________________
શ્રી રાજચંદ્રનાં વિચારને દેખાય છે, અને આવતાકાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે, તે
સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થો ભજ્યા છે, તે કારણે પણ વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યાં છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે, તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાનકાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. (૧૯૫૦) | સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિ અર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યર્થ નથી, અને જિનાગમથી તે મુખ્યાર્થ લોકેામાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનને અર્થ હોય, તે તેમાં કેટલાક વિરોધ દેખાય છે. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી, આહારાદિ પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગને તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે. ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીને ઉપયોગ કેવળજ્ઞાનના ય પ્રત્યે વર્તે નહીં, અને જે એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશ, કાળ પ્રતિબિંબિત થાય છે; કેવળજ્ઞાની તેમાં ઉપગ દઈને જાણે છે, એમ નથી; સહજ સ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજ સ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે; તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે, આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી અને અત્રે તો કેવળજ્ઞાનીને તેવું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું એવું કયું સ્વરૂપ છે, કે આહારાદિમાં ઉપગ પ્રવર્યો હોય, ત્યારે કેવળજ્ઞાનમાં થવાયેગ્ય સેય આમા તેથી જાણે?
૩૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org