________________
૨૯: પ્રશ્નો જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ધ જીવન દર્શનમેહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, જીવ કૃત્યકૃત્ય થાય છે એ વાત પ્રગટ સત્ય છે. પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેઠવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય નથી. સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેઠવું પડે નહીં, કે દુઃખ હેય નહીં, એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી માત્ર સત્સંગને અલ્પ લાભ હોય, ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવાં જોઈએ, એમ માનીએ તે પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે. કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અવેલું નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ કરે. જ્ઞાનીના સસંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે; અને સત્યાસત્યવિવેક થાય; અનંતાનુબંધી ક્રોધાદિ ખપે; અનુક્રમે સર્વ રાગદેષ જાય; એ બનવા છે.. . તથાપિ જે દુઃખ અવસ્ય ભેગળે નાશ પામે એવું ઉપાર્જિત છે, તે તો ભેગવવું જ પડે એમાં કાંઈ સંશય નથી. (૨૨-૩૪)
૫. શાસ્ત્રના વિધિનિષેધ ઘણું કરીને જિનાગમમાં “સર્વવિરતિ” એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી. આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્રઉદ્દેશ છે. તથાપિ જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણુ અર્થાત આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઈચ્છા છે તે સર્વને તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ કરી છે. તથાપિ પાંચ મહાવ્રતમાં, ચાર મહાવ્રતમાં [એટલે કે મૈથુનત્યાગ બાદ કરીને] ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે કે, જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે, પણ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org