________________
૨૯: પ્રશ્નો વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દેશને પાત્ર થાય, તે સખેદ કરુણાએ વિચારવા યોગ્ય છે.
હાલ જેને જિનસૂત્રેાને નામે ઓળખવામાં આવે છે, તેમાં “ક્ષાયક સમકિત [ આ કાળમાં કોઈને પ્રાપ્ત થઈ શકે તેમ ] નથી' એવું સ્પષ્ટ લખેલું નથી. [ પરંતુ ] પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે. તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય, તે પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યંગ્ય નથી. કારણ કે, તે બધી વ્યાખ્યા જે પુરુષના આશયથી જાણી નથી, તે પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમાં લખ્યું હોય કે, ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તે વાતનું શ્રવણ કંઈ તમને કલ્યાણકર્તા થાય નહિ, અથવા એક્ષપ્રાપ્તિનું કારણ હોય નહિ. કારણ કે, તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ ઉપયોગી છે, કલ્યાણતી છે. શ્રવણ તો માત્ર વાત છે. તેમજ તેથી પ્રતિકૂળ વાત પણ માત્ર વાત છે. તે બે ય લખી હોય અથવા તો એક જ લખી હોય, અથવા વગરવ્યવસ્થાએ રાખ્યું હોય તે પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. બંધદશા તે બંધ છે, મેક્ષદશા તે મોક્ષ છે. બંધદશા ટળી નથી, અને મોક્ષ-જીવન્મુક્તતા માનવામાં આવે, તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયક દશાએ ક્ષાયક માનવામાં આવે, તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે, ત્યારે હવે આપણે આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયક સમકિતી જીવની દશાને વિચાર કરવાને ગ્ય છે કે કેમ તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીના ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે.
૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org