________________
૨૯ પ્રશ્નો
૧. આ કાળમાં મોક્ષ પ્રાપ્ત કરી શકાય? [ક્ષાયક સમકિત, એટલે કે મોક્ષના કારણરૂપ ચિત્તની નિર્મળ અવસ્થા આ કાળમાં નથી સંભવતી અને તેથી કરીને આ કાળે કઈ મોક્ષ પ્રાપ્ત કરી શકે નહિ, એવી માન્યતા જૈન પરંપરામાં ચાલી આવી છે. તે વિષે નીચેની ચર્ચા છે.]
કદાપિ એમ ધારે કે, “ક્ષાયક સમકિત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જિનના આગમ વિષે લખ્યું છે. હવે જીવે વિચારવું યોગ્ય છે કે, “ક્ષાયક સમકિત” એટલે શું સમજવું? જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વૃત્ત-પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભલે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે. ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે લાયક સમકિત કહેવાય? “ભગવાન તીર્થકરને વિષે દઢ શ્રદ્ધા એનું નામ જે ક્ષાયક સમકિત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં? જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયક સમકિત કહ્યું છે, તો પછી “તે નથી” એમ માત્ર જિનાગમના શબ્દોથી થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજ આશયે કહેવાયા છે; અથવા કઈ પાછળના કાળના વિસર્જન દે લખાયા છે, તો તેને
૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org