________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન
એમ કાંઈ નથી. વહેલા ચાલે તો વહેલા જવાય. કાંઈ રસ્તે બંધ નથી. (૨૯)
૨. ભવાંતરનું જ્ઞાન થઈ શકે? ભગવતી' વગેરે સિદ્ધાંતોને વિષે જે કઈ કઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. જે પુરુષો માત્ર ગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય, તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે. અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે–હોય છે. “આત્મા નિત્ય છે,
અનુભવરૂપે છે, “વસ્તુ છે,’ એ પ્રકારે અત્યંતપણે દઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગે કહેવામાં આવે છે. ભવાંતરનું જે સ્પષ્ટ જ્ઞાન કેઈને થતું ન હોય તો આત્માનું જ્ઞાન પણ કોઈને થતું નથી. એમ કહેવા તુલ્ય છે. (૨૫)
૩. તીર્થકર અને સુવર્ણવૃષ્ટિ પ્રત્યેક ઠેકાણે તીર્થકર ભિક્ષાર્થે જતાં સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા ગ્ય નથી. લોકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય, તો તે એમ એમ કહે છે કે, “આજે અમૃતના મેહ વ્યા” તો તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે. શબ્દથી પરભાય અર્થે યથાર્થ નથી.
[વળી] આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે બનવું અત્યંત સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાનો હેતુ છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી. સર્વ મહતપ્રભાવજોગ, પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્ચયાત્મક વાત છે. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે
૩૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org