________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહિ, તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે;–રાગ, દ્વેષ, અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે તે શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે માટે સેવનીય છે. (૨૫)
આ કાળમાં કેઈ આ કાળને જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય.' ત્યારે પ્રશ્ન કર્યું કે, કેઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં ? ઉત્તર આસઃ હા, જાય. ત્યારે ફરી કહ્યું કે, જે મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મેક્ષ થયો કહેવાય કે નહીં? ત્યારે હા કહી, કે એમ તો થાય. ત્યારે કહ્યું: એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કેઈ આ કાળને જન્મેલો સર્વે કર્મથી ન મુકાય. આમાં પણ ઘણું ભેદ છે. પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્થાવાદ માનીએ તો, જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે; ત્યાર પછી વાક્યસિદ્ધિ થાય. (૧૯૪૭)
અજ્ઞાનીઓ “આજ કેવલજ્ઞાન નથી,” “મોક્ષ નથી' એવી હિનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હેય. અજ્ઞાની શિથિલ છે તેથી એવા હીનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, કે આયુષ્યની વાત મનમાં લાવવી નહીં, અને એવી વાણી પણ સાંભળવી નહીં. (૧૯૫૨)
જે જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે, ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, જળહળતે અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જીવને પુરુષાર્થ કર નથી, અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પોતાને વાંક સમજ. (૧૯૫૨)
“જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ’ નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે, આ કાળમાં મેક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટળવું અને
૩૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org