________________
૨૯: પ્રશ્નો
તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવલજ્ઞાન હોય નહીં; બાકી સમ્યક્ત્વ હોય નહીં એમ હેય નહીં. આ કાળમાં મેક્ષના નહીં હોવાપણાની આવી વાત કાઈ કહે તે સાંભળવી નહીં. પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં; પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. (૧૯૫૨)
આ (કાળનું) દુષમપણું લખ્યું છે, તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તો પણ બળને હાનિ ન થાય; પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય, ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ. વર્તમાન કાળ દુષમ કહ્યો છે, છતાં તેને વિષે અનંત ભવને છેદી, માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ (કહ્યું) છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહમાં ન પડતાં, યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, અજ્ઞાનથી રહિત થવાને માર્ગ પ્રાપ્ત કરવો. (૧૯૫૨)
આ કાળને વિષે સર્વથા મુક્તપણું ન હોય તેમ એકાંત જ કહેવા ચોગ્ય નથી. અશરીરિભાવપણે આત્મા સ્થિત છે તો તે ભાવનાથે સિદ્ધપણું છે. અને તે અશરીરિભાવ આ કાળને વિષે નથી એમ કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હોય તે પણ આગમ જેણે ભાખ્યાં છે તે જ આશય સપુરુષ કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. અને તે જ આત્મસ્થિતિને ઉપાય છે. (૨૫).
શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષને સાવ નિષેધ નથી. જેમ આગગાડીનો રસ્તો છે તેની મારફતે વહેલાં જવાય ને પગરસ્તે મેડા જવાય, તેમ આ કાળમાં મેક્ષનો રસ્તો પગરસ્તા જેવો હોય તો તેથી ન પહોંચાય
૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org