________________
૨૮: સદુપદેશ બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે થોડા આકાશમાં અનંત જીવનું સમાવું અથવા અનંત પુગલ પરમાણુંનું સમાવું) તેનું કરવાપણું હેતું નથી. (૩૨)
પર. શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે. અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. (૩૩).
૫૩. આમ સમય સમય ઉપયોગી છતાં, “અવકાશની ખામી' અથવા “કામના બેજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાને વખત મળી શકતો નથી,” એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક” વચન છે. જે ખાવાનો, પીવાને, ઊંઘવા ઇત્યાદિને વખત મળ્યા ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તે પછી જે સુખની આવશ્યકતા છે ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે, તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહિ. એનો અર્થ એટલો જ છે કે, બીજાં ઇકિયાદિક સુખનાં કામે જરૂરનાં લાગ્યાં છે અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી! મતલબ આ ચિતજે કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. . . . તમો છોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. (૩૩)
૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org