________________
૨૮: સદુપદેશ (વિચારવાન પુરુષો તે પ્રસંગે) સર્વ સંગનું અશરણુપણું, અબંધનપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચળ કરે છે. (૨૯)
૪૭. આ જીવને દેહસંબંધ હેઈને મૃત્યુ ન હોત, તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહિ. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ ઝેરી છે. તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે. ઘણું છે તો ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે
સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને વિચારવાનને) પરમાર્થ વિચારમાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું. (૨૯).
૪૮. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બલવીર્યની હીનતા, એવાં કારણે થી રહિત કેઈક જીવ હશે. એવા આ કાળને વિષે પૂર્વે કયારે પણ નહિ જાણેલો, નહિ પ્રતીત કરેલો, નહિ આરાધેલોતથા નહિ સ્વભાવસિદ્ધ થયેલ એ “માર્ગ' પ્રાપ્ત કરે દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખે જ નથી, તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગ પામે છે. (૩૦)
૪૯. ખેદ નહિ કરતાં શરવીરપણું ગ્રહોને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય, તે વખતે વિચારવાનને પોતાનું નિવપણું જોઈને ઘણે ખેદ થાય છે. તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંતપુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. (૩૧)
૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org