________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય. (૨૯)
૪૧. અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહિ. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહિ. (૨૯) .
૪૨. વ્રતનિયમ કરવાનાં છે તેની સાથે કજિયા કંકાસ, છોકરાયાં, અને ઘરમાં મારાપણું કરવું નહિ. ઊંચી દિશાએ જવા માટે વ્રતનિયમ કરવાં . . . ભૂખે મરવું કે ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય અને તેથી મોક્ષગતિ થાય. . . . કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરે. (૨૯)
૪૩. એક ને એક વ્રત હોય, પણ મિથ્યાદષ્ટિની અપેક્ષાએ બંધ છે; અને સમ્યફદષ્ટિની અપેક્ષાએ નિર્જરા છે. . . . આંધળો વણે ને વાછડ ચાવે એની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે. (૨૯) ૪૪. જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણવો તે.
દર્શન એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે.
ચરિત્ર એટલે આત્મા સ્થિર થાય તે. (૨૯) ૪૫. જ્યાં સુધી દેહામબુદ્ધિ ટળે નહિ, ત્યાં સુધી સમ્યફત્વ થાય નહિ. જીવને સાચ કયારે ય આવ્યું નથી. આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તે ગમે તે ભે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. દેહામબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. (૨૯)
૪૬. આ સંસારમાં મનુષ્યપ્રાણને જે ખેદના પ્રસંગે પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગોમાને [મૃત્યુ એ ] એક મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગને મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. મૂછભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી.
!!ાન તે,
,
૩૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org