________________
શ્રી રાજચંદ્રનાં વિચારને છે. વળી કવચિત જ્ઞાન દર્શન પદ કહેવાં પડે, તો ત્યાં લૌકિક કથન • જેવા ભાવોનાં કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.
૩૧. [જેઓ શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મેક્ષમાર્ગ સમજે છે તેમને વિષે ]
વ્યવહાર બે પ્રકારના છે. એક પરમાર્થહેતુ મૂળ વ્યવહાર, અને બીજે વ્યવહારરૂપે વ્યવહાર. જે માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ (નરકાદિ) ચાર ગતિ થાય, તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહી શકાય. અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય, તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એને શાસ્ત્રકારે નિષેધ કર્યો છે. તે પણ એકાંતે નહિ. કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મેક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે. અને પરમાર્થહેતુ મૂળ વ્યવહાર–શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સશુરુ, સશાસ્ત્ર અને મન, વચનાદિ સમિતિ [સત પ્રવૃત્તિ] તથા ગુપ્તિ [ નિયમન આદિ ]નો નિષેધ કર્યો નથી. અને તેનો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજવા જેવું રહેતું હતું?
૩૨. બાર ઉપાંગો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની કહી. એક બાહ્ય અને બીજી આંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું–તેમાં સમાવું–તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે. (૨૯)
૩૩. ક્રોધ, માન, માયા, લોભ મારે પાતળા પાડવા છે એવો જ્યારે લક્ષ થશે, જ્યારે તેને થોડો થોડો પણ લક્ષ વર્તાશે, ત્યારે પછી સહજ થશે. આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે ત્યારે તેને ખસેડવાને અભ્યાસ કરવો. ક્રોધાદિ થોડે છેડે પાતળા
૩૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org