________________
૨૮ઃ સદુપદેશ તથા અપ્રસંગથી છવાનું વિચારબળ પ્રવર્તતું નથી. આરંભ પરિગ્રહનું અ૮૫ત્વ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, તેટલો જીવથી મેક્ષ દૂર છે. વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, તો સહજમાં હમણાં જ તેને આમજોગ પ્રગટે. (૨૮) ૨૮. આત્મબ્રાંતિ સમ રાગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ,
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. (૨૯) ૨૯. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિ ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કરે સાધન છે. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણમાં જ સમાય છે. કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. તે અસંગપણું નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી, શ્રી તીર્થકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. (૨૯) :
૩૦. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણમાં જીવે મેક્ષમાર્ગ કયે છે અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયા ઉત્થાપવામાં મેક્ષમાર્ગ કયે છે. અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી, કથનમાત્ર અધ્યાત્મ પામી મેક્ષમાર્ગ કર્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડે
આવી, પરમાર્થ પામવામાં થંભભૂત થાય છે. * જે જીવ શુષ્કક્રિયાપ્રધાનપણામાં મેક્ષ કપે છે, (તેમણે) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો ... વિચાર્યા જેવું હોય છે. અને ચારિત્ર શબ્દને અર્થ વેશ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય
૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org