________________
૨૮: સદુપદેશ પડ્યા પછી સહજરૂપ થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખો અને વિચારમાં વખત ગાળવો. (૨૭)
૩૪. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે. પણ મુમુક્ષુ છે આટલો આટલો ઉપદેશ સાંભળીને જરા ય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? (૨૯)
૩૫. અંતઃકરણની શુદ્ધિ વિના બેધ અસર પામતો નથી. માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી. (૨૯)
૩૬. જી ગ્ય થવા માટે હિંસા કરવી નહીં, સત્ય બોલવું, અદત્ત લેવું નહીં, બ્રહ્મચર્ય પાળવું, પરિગ્રહની મર્યાદા કરવી, રાત્રિભોજન કરવું નહિ—એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. તે પણ જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે. (૨૯)
૩૭. મિથ્યાત્વ, પ્રમાદ, અવત, અશુભ યોગ [પ્રવૃત્તિ ] એ અનુક્રમે જાય તે પુરુષનું વચન આત્મામાં પરિણામ પામે. તેથી બધા દે અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. (૨૯)
૩૮. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે, તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું. દઢ નિશ્ચય કરી, અકાર્ય કરવું નહીં. (૨૯)
૩૯. સમજ્યા વિના રસ્તે ભારે વિકટ છે. હીરે કાઢવા માટે ખાણ ખોદવી તે મહેનત છે; પણ હીરો લેવો તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્મા સંબંધી સમજણ આવવી દુર્લભ છે, નહિ તે આત્મા કઈ દૂર નથી. (૨૯)
૪૦. એક વાર જમ્યા તે પચ્યા વગર બીજું ખાવું નહિ તેની પેઠે તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી. માટે તપ કરનારે અહંકાર કરે નહિ. તપ એ નાનામાં નાનો ભાગ છે. ભૂખે મરવું કે
૩૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org