Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 331
________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન ૫૦. સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે. . . . તે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાને દમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે. અને તેને ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લાભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. . . . મિથ્યાત્વમેહ રૂપી એક રાજાને બરાબર જાળવણથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર તેની રક્ષા કરે છે. અને જે વખતે જેની જરૂર પડે છે, તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમેહની સેવા બજાવવા મંડી પડે છે. . . . આ ચાર યેહાએ મધ્યેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભેળે માલૂમ પડે છે. કારણકે, તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. (૩૨) ૫૧. વાટે ચાલતાં ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તે બની શકે તે કાંટા દૂર કરવા; પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તે તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના અથવા તેને વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તે જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે. . . . જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે છે તે તેનાથી શી રીતે જાણી–સમજી–શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી, ગૂંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી. માટે ઉત્તમ રસ્તો એ છે કે, બીજી બધી વાતો મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરો. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર ૩૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378