________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ૧૯. અનંતા નય છે. અકેક પદાર્થ અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. માટે એ વાટે પદાર્થને નિર્ણય કરવા માગીએ તો થાય નહિ. એની વાટ કેઈ બીજી હેવી જોઈએ. ઘણું કરીને આ વાટને જ્ઞાની પુરુષો જ જાણે છે અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કેઈ નયનું એકાંત ખંડન થતું નથી અથવા કાઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યેગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો નયનો આગ્રહ કરે છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય, એવાં પ્રાણુએ કાઈ નયમાં આગ્રહ કર નહિ અને કેાઈ પ્રાણીને એ વાટે દૂભવવું નહિ. (૨૨-૨૪).
૨૦. વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે. પણ સમ્યકજ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ બધાનું “સાધારણજ્ઞાન’ વાંચવું વિચારવું; બાકી મધ્યસ્થ રહેવું એગ્ય છે. “સાધારણજ્ઞાનને અર્થ આ ઠેકાણે એવો કરવો કે, બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. (૨૨-૨૪).
૨૧. કોઈ પણ પ્રકારે પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહિ. અર્થાત કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખવા વગેરેની ઇચ્છા, મનોકલ્પિત ધ્યાનાદિ, એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંક૯યું હોય કે, “ આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય,’ તો તે સંકલ્પેલું પ્રાયે ખેટું છે. (૨૫).
૨૨. શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી, અને બાંધેલાં એવાં
૩૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org