________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
જેણે આત્મહિત ઈચ્છયું, તેણે તે ત્યાં પોતાના દેહને જાતે કરવો જ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તે તેનો ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું. અર્થાત સર્પને મારો એ ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ન પણ ન હોય, એ જ ઇચ્છા એગ્ય છે.” (૪૪૭) આ ઉત્તર તેમના અહિંસાધર્મના મર્મજ્ઞાનને અને સ્વજીવનમાં ઊતરેલ અહિંસાને જીવંત દાખલો છે. એમણે એટલા ઉત્તરથી એક બાણે અનેક લક્ષ્ય વધ્યાં છે. અને અધિકારભેદે અહિંસા અને હિંસાની શક્યાશક્યતાનું સ્પષ્ટ કથન કર્યું છે. એમાં “
વિતી સતિ વિચિને ચેપ ન તરિ ત gવ ધરાઃ” એ અર્થપૂર્ણ કાલીદાસની ઉક્તિ અહિંસાના સિદ્ધાંત પરત્વે ભાખ્યતા પામે છે. અહીં એટલું સમજવું જોઈએ કે, શ્રીમની અહિંસા પરત્વે સમજૂતી મુખ્યપણે વૈયક્તિક દૃષ્ટિએ છે. સમાજ કે રાષ્ટ્ર દષ્ટિએ એને વિચાર જે આગળ જતાં ગાંધીજીએ વિકસાવ્યું, તેનું મૂળ શ્રીમદ્દના કથનમાં બીજરૂપે હોવા છતાં, વસ્તુતઃ તેમાં વૈયક્તિક દૃષ્ટિ જ ભાસે છે.
કલ્પનાબળ અને આકર્ષક દૃષ્ટાંત કે કથા દ્વારા પિતાના વક્તવ્યને સ્થાપવા તેમ જ સ્પષ્ટ કરવાનું સામર્થ્ય શ્રીમમાં નાની ઉંમરથી જ હતું. સ્કૂલેગ્ય ઉંમરની જ કૃતિ “પુષ્પમાળા'માં જૂનું કરજ પતાવવા અને નવું કરજ ન કરવાની શિક્ષા આપતાં તેઓ કરજ શબ્દને બંગલેપ કરી, ગુજરાતી અને સંસ્કૃત વ્યુત્પત્તિ કલ્પી, તેમાંથી જે ત્રણ અર્થ ઉપજાવે છે, તે તેમના કોઈ તત્કાલીન વાચનનું ફળ હોય તોય તેમાં કલ્પનાબળનાં બીજે સ્પષ્ટ દેખાય છે. ૧. ક = નીચ + રજ = ધૂળ; જેમ કપૂત; ૨. કર = હાથ; જમનો હાથ + જ = નીપજેલી ચીજ; ૩. કર = વેરે; રાક્ષસી વેરો + જ = ઉત્પન્ન કર્નાર –ઉઘરાવનાર. (“પુષ્પમાળા’–છપ.)
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org