________________
૧૩
પુરુષાર્થ ૧. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમ પરિણામે વેદવું – ભોગવી લેવું –એ મેટો પુરુષાર્થ છે. (૧૯૫૬)
૨. પૂર્વ કર્મ નથી, એમ ગણી પ્રત્યેક ધર્મ સેબે જવો. તેમ છતાં પૂર્વક નડે તે શેક કરવો નહીં. પુરુષાર્થને જય ન થયો, એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાને દોષે તને બંધન છે, એમ માનીશ નહીં. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. (૧૯૪૬)
૩. કઈ હીનપુરુષાર્થની વાતો કરે કે, “ઉપાદાનકારણનું “શું કામ છે? પૂર્વે અશોચ્યાકેવલી [ વિચાર – સમજણથી પુરુષાર્થ કર્યો વિના – અકસ્માત જેમને જ્ઞાન થયું હોય તેવા ] થયા છે,” તો તેવી વાતેથી પુરુષાર્થહીન ન થવું. સત્સંગ ને સત્ય સાધન વિના કઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જે પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થેલો સંભવે. લાખ વર્ષ થાય તો પણ ધડો થાય નહીં. તેમ ઉપાદાનકારણ વિના કલ્યાણ થાય નહીં. તીર્થકરને યોગ થયો હશે, એમ શાસ્ત્રવચન છે; છતાં કલ્યાણ થયું નથી તેનું
* ઉપાદાનકારણ = ઉપાય; પુરુષાર્થ.
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org