________________
શ્રી રાજચંદ્રનાં વિચારને કેવળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવને અવકાશ વર્તે નહિ. (૨૭) - ૭. અસારી અને કલેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતાં જે આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે, તો ઘણા વર્ષને ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે; એ નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિ—ન છૂટયે પ્રવર્તાવું ઘટે છે. એ વાતને મુમુક્ષુ જીવે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે. (૨૮)
૮. કયા પ્રકારે દેષ ઘટે? જીવ લૌકિક ભાવ કર્યા કરે છે, ને દે કેમ ઘટતા નથી, એમ કહ્યા કરે છે. મુમુક્ષુઓએ જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. પુરુષનું એક વચન સાંભળી પિતાને વિષે દોષ હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. . . . બાકી પુરુષ તો જેમ એક વટેમાર્ગ બીજા વટેમાર્ગને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. (૨૯)
૯. મૂળ વાત તો એ છે કે, જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું – ઢીલાપણું – છે, તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવાને યોગ્ય છે.
૧૦. જીવ પિતે જાગે, તો બધાં વિપરીત કારણે મટી જાય. જેમ કેઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે, પણ પિતાને દેવ કાઢતો નથી કે હું ઊંઘી ગયે તો આમ થયું; પોતે જાગૃત રહેતો હોય, તે બધાં વિપરીત કારણે મટી જાય; માટે તે જાગૃત રહેવું. (૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org