________________
૨૫: શa ૩. સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે,–કેવળ એમ જેને અનુભવ વર્તે છે, તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું, અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે, તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂ૫ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ ભાસો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, અને તે પુરુષ મુક્ત થાય છે. (૩૩)
૪. દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન. તે જ્ઞાનીને તેજાબ છે. તે વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસે રચ્ચાં છે. જેમાં તેજાબથી સેનું અને કથિર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનરૂપ તેજાબથી સ્વાભાવિક આભદ્રવ્ય . . . પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. (૩૩)
પ. આ જીવ સમજે તે સહજ મેક્ષ છે. નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે, તે જ માત્ર સમજવું છે. અને તે કઈ બીજાના સ્વરૂપની વાત નથી, કે વખતે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે! પણ સ્વમદશામાં જેમ ન બનવા પામ્ય એવું પિતાનું મૃત્યુ પણ
જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વમરૂપ યોગે આ જીવ પોતાને પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે. તે જ અશાન છે. તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે.
૬. જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિસ્પૃહપણું વર્તે છે, આત્મસુખે કરી
૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org