________________
શ્રી રાજચંદ્રનાં વિચારને આનંદની પ્રાપ્તિ [અને] અદભુત સતસ્વરૂપદર્શિતાની બલિહારી છે. (૧૮–૧૯)
૬. જ્ઞાનીને સર્વત્ર મેક્ષ છે આ વાત છે કે યથાર્થ છે તો પણ, જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, એવું જગત વિચારી, (જેઈને) પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે. (૨૨-૨૪)
૭. જે જીવને સમ્યફત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એ કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થયા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવથી હોતી નથી કે જેથી પરમાર્થ વિષે ભાંતિ થાય. અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહિ, ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહિ. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે, અપરમાર્થને ભજતાં છવ બધે પ્રકારે કાયર થયા કરે. સમ્યફદષ્ટિ છવ સંસારને ભજત દેખાય છે તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધ કર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહિ. સંસારી પદાર્થોને વિષ જીવને તીવ્ર સ્નેહ વિના એવાં કેધ, માન, માયા અને લોભ હેય નહિ કે જે કારણે તેને અનંત સંસારને અનુબંધ થાય. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય, ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળે તે જીવ ન હોય. (૨૬).
૮. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટા પણે સરખા હાય નહીં; અને જે હેય, તો પછી જ્ઞાની નથી, એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કઈ એવાં વિલક્ષણ કારણેનો ભેદ છે કે જેનાથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેને પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે, તેને
૨૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org