________________
૨૧: સુર
૧૫. જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી એમ જે કે સામાન્યપણે શ્રીજિનાદિ મહાત્માઓએ કહ્યું છે તો પણ, તે પદ ચોથે ગુણકાણેથી સંભવિત ગણ્યું નથી. આગળ જતાં સંભવિત ગયું છે. જેથી વિચારવાન છવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરંપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી; પણ તેથી જેની એાછી દશા છે એવા જીવને તો અવશ્ય પર પરિચયને છોડીને સત્સંગ કર્તવ્ય છે. કે જેથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. (૨૭)
૧૬. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય એવો કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પના શુભ તથા અશુભ કર્મ પ્રમાણે [ તેને ] ઉદય વર્તે છે. (૨૯).
૧૭. જ્ઞાની પુરુષ ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી તે સંબંધમાં એમ જણાય છે કે, ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે. અને જ્ઞાનીની પણ અંતર ઈછા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઇ કર્તવ્યરૂપ નહિ હેવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. (૨૨-૨૪)
૧૮. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તે એ છે કે, જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે “સત ” જ આચરે છે – જગત જેને વિસ્મૃત થયું છે. (૨૨-૨૪)
૨૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org