________________
૨૭: બાલી વેદના કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. શત્રુમિત્ર કઈમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ. અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી. અને બધા ય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. હદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે. જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દેરાઈએ છીએ. પાંચે ઈકિયે શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે. કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી. નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતા નથી. ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. અમને પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. યોગ્ય વતએ છીએ કે અયોગ્ય એને કંઈ હિસાબ રાખ્યો નથી. આદિ પુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહતી નથી એમ માનીએ છીએ. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, બેદ પામીએ છીએ, વળી હસીએ છીએ – જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. (૨૨-૨૪)
છે. જણાવ્યા જેવું તો [ અમારું] માને છે કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મેરલી ઉપર). તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણુમાં પૂર્ણ મૂકી નથી, અને લેખમાં તો તે વાણુને અનંતમે ભાગ માંડ આવી શકે. એવી તે દશા–સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ–તેને વિષે અમને તમને - અનન્ય પ્રેમભક્તિ અખંડ રહે. (૨૨-૨૪)
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org