________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન ૮. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વતે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી .આનંદસંપન્ન થયા નહતા. કારણ કે, હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કયાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહિ થાય ત્યાં સુધી અમને જગમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. (૨૨-૨૪)
૯. જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના આત્માને વિષે છે. જે સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સનેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આમા માટે ઈચ્છીએ છીએ, તથા જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ તથા તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જે સ્ત્રી આદિને સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવાં જ સર્વ પ્રત્યે વર્તે છે. પ્રારબ્ધ પ્રબંધે શ્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદયપ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે. કેઈ પ્રત્યે ઓછાપણું અધિપણું કંઈ પણ આત્માને રુચતું નથી. સહજાનંદ સ્થિતિ છે. (૨૬)
૧૦. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે એક જ થઈ શકે છે કે, પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું. અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે. (૨૬) ૧૧. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જે ?
૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org