________________
શ્રી રાજચંદ્રનાં વિચારને કારણે રેકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે; તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. (૨૯).
૧૩. વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવાયોગ્ય માર્ગ ભણું તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાની પુરુષ મનવચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદય–વાયુ–વેગે યત્કિંચિત્ દશાફેર થાય છે. તો પણ પરિણામપ્રયત્ન – સ્વધર્મને વિષે છે. (૧૯૫૨)
૧૪. આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષ સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે, જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું. તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબંધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે અવલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા “ઈશ્વરેચ્છાદિ” ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ કલેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કેઈ પ્રકારે એમ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વરેચ્છાદિ બધા પ્રકારો એક જ ભાવના- સરખા ભાવના છે. તેને શાતાઅશાતા કંઈ કઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વરેચ્છાથી બળવાન જાણીએ છીએ. ઈશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને વેગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય સમ છે. અથવા જ્ઞાની સહજ પરિણમી છે, સહજસ્વરૂપી છે, સહજપણે સ્થિત છે. ઈશ્વરેચ્છાને વિષે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઈચ્છારહિત કે ઇચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. તે સહજસ્વરૂપ છે. [ ૪૩૦૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org