________________
૨૫
મોક્ષ
૧. મેક્ષ શું છે ? જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં–દેહાદિમાં– આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી. અજ્ઞાનભાવનાં અનેક પરિણામરૂપ બંધને પ્રસંગ જેમ જેમ છૂટે છે, તેમ તેમ મેક્ષને અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે, ત્યારે સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂ૫ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે એ સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ આત્મભાવ અજ્ઞાનાદિભાવથી નિવૃત્તિ થઈ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે. અર્થાત એક્ષપદ આ દેહમાં પણ અનુભવવા યોગ્ય છે. (૨૭)
૨. જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણવું તેનું નામ “સમજવું' છે. તેથી ઉપયોગ * અન્ય વિકલ્પરહિત થયે તેનું નામ “શમાવું” છે. જે જે સમજ્યા, તેણે તેણે મારું ત્તારું એ આદિ અહેવ મમત્વ શમાવી દીધું. કેમકે, કોઈ પણ નિજસ્વભાવ તે દીઠે નહીં. અને નિજસ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ-કેવળ ન્યારેજે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. (૨૨-૨૪)
* જુઓ પાન ૨૪૬ ઉપરની નોંધ.
૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org