________________
થી રાજસ્થાનમાં વિશાપરના (૪) આત્મા જોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે, તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે છે, તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે, તેનું ફળ પણ થવા એગ્ય જ છે. અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હેવાથી ભક્તા છે.
(૫) એક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી છવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી બેક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમકે, પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય, પણ તેના અભ્યાસથી–અપરિચયથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. તે તે બધભાવ ક્ષીણ થઈ શકવા કેમ્પ હેવાથી, તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તેરૂપ મેક્ષપદ છે.
(૬) તે મોક્ષનો ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તે તેની નિવૃત્તિ કેઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાનદર્શન, સમાધિ, વૈરાગ્ય, ભયાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાનદર્શનસંયમાદિ મૂક્ષપદના ઉપાય છે. - આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. જે છે પદથી સિદ્ધ એવું આત્મસ્વરૂપ, તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. (૨૮)
૨. જીવ પિતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મ કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે. અર્થાત જીવની પિતાની કલ્પના છે. અને તે કલ્પનાને અનુસરી તેના વીર્યસ્વભાવની સ્તુતિ થાય છે. અથવા તેનું સામર્થ તદનુયાયીપણે પરિણમે છે.
૨૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org