________________
૨૪
આત્મા ૧. (૧) આત્મા છે. જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા . પણું છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચેતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હવાનું પ્રમાણ છે.
(૨) આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવત છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંગે અનુભવ ાગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે. કેમકે, જેની કેઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હાય નહિ.
(૩) આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયાસહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રીજિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા લાગ્યા વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા કર્મને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org