________________
૨૩
મનુષ્યનું સત્ય સ્વરૂપ ૧. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. (૧૬ પહેલાં)
૨. અંતરંગ મેહમ્રથી જેની ગઈ તે પરમાત્મા છે. (૧૬ પહેલાં)
૩. અમે તમે કર્મબંધમાં વસી રહેલા “વ” છીએ. તે જીવનું સહજસ્વરૂપ એટલે કર્મ રહિતપણે જે સ્વરૂપ છે, તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ એશ્વર્યા જેને વિષે છે, તે ઈશ્વર કહેવા ગ્ય છે. અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. (૨૭) - ૪. કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની એ આત્માને પ્રાપ્તિ હેય એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પિતે જડ છતાં [કર્મ] ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ, તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસાગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાને સ્વસ્વરૂપ નથી માનતા, અને પૂર્વસંગો સત્તામાં છે તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે. (૨૨)
૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org