________________
૧૭
ઇંદ્રિયજય ૧. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાન અને વારિત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ નેપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી મનુષ્ય નિરાગી, નિગ્રંથ, નિઃ પરિગ્રહી, નિરારંભ અને બ્રહ્મચારી થઈ શકતો નથી. (૧૭)
૨. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વારિત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત – લાગુ – થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે, તે સર્વ સિદ્ધિને પામે છે. (૧૭)
૩. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની માહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશ દુર્લભ નથી. (૧૭) .
૪. મન અકસ્માત કેઈથી જ જીતી શકાય છે. નહિ તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે
ર૬પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org