________________
૨૧: શક્તિ સંભવ રહ્યો છે. કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન છએ ભક્તિમાર્ગનો તે જ કારણથી આશ્ચય કર્યો છે, અને આજ્ઞાતિપણું અથવા પરમ પુરુષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંધ દીધું છે. (૨૯)
પ. સર્વ વિભાવથી ઉદાસીન, અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજિને “તીવ્રજ્ઞાનદશા' કહે છે. તે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં. (પરંતુ) કેઈકે જીવથી (જ) એ ગહન દશાને વિચાર થઈ શકવા ગ્ય છે. કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ છ પ્રવૃત્તિ કરી છે. તે પ્રવૃત્તિ એકદમ અસત્ય અને અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે એમ બનવું બહુ કઠણ છે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવા રૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતે નથી. જ્ઞાની પુરુષના આશ્રમમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દેષો છે; તે દેષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તેને સાધનોમાંથી આ બુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. (૧૯૫૧).
૬. શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ, સર્વ દૂષણરહિત, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. એવા જિનેશ્વરનું સ્વરૂપ [ પરમાર્થરૂપે આપણ] આત્માની [ જ ] રિદ્ધિ હોવાથી, તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને - ભક્તિ વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. ભગવાન તો નિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિનિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. ( પરંતુ) તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી
૨૫
Jain Education International
For Private & Personal Use Only
'WWW.jainelibrary.org