________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન આત્મસ્વરૂપનું ભાન થાય છે. સર્પ જેમ મેરિલીના નાદથી જાગ્રત થાય છે, તેમ આત્મા પિતાની સત્ય સિદ્ધિ સાંભળતાં મેહનિદ્રાથી જાગ્રત થાય છે. (૧૭).
છે. પરમાત્મા અને આમાનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મા ગેટપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્વિકાર ચિતએ જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં એજ્યભાવનો લક્ષ થવાથી, તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐયભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જ્ઞાની તો પરમાત્મા જ છે. અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. પરમાત્મા આ દેહધારીરૂપે થયે છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ થાય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં-ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રકારો છે. (૨૨-૨૪)
૮. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહિ. સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. . . . વહેવારચિતાનું અકળામણ યોગ્ય નથી. સર્વત્ર હરીચ્છા બળવાન છે એ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ નિઃશંકપણે સમજવું. માટે જે થાય તે જોવું. (૨૨-૨૪)
૯. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને (વ્યવહાર વેપારાદિ વિષે) કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂ૫ માયાએ તેવી કઠણાઈ મેકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે [ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org