________________
૨૧
ભક્તિ ૧. ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય ક્ષણ વારમાં મેક્ષ કરી દે તેવો પદાર્થ છે. (૨૨-૨૪)
૨. આત્મજ્ઞાન દુર્ગમ–પ્રાયે–દેખીને નિષ્કારણ કરુણશીલ એવા તે પુરુષોએ ભક્તિમાર્ગ પ્રકા છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. (૧૯૫૨)
૩. પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મેક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી, પ્રભુભક્તિ અવશ્ય કરવી ગ્ય છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણાં તે પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે અને તેવું જ છે. (૨૭)
૪. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણમીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
ક્રિયામાર્ગે અસદ્ અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આમનિષ્ઠાદિ દેજો
૨૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org