________________
૧૯
પરિગ્રહ
૧. પરિગ્રહની મૂછ પાપનું મૂળ છે. જે પ્રાણુને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. (૧૭)
૨. પરિગ્રહથી નિરંતર ચળવિચળ અને પાપભાવના રહે છે. અકસ્માત યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય, તો બહુધા અધોગતિનું કારણું થઈ પડે. (૧૭)
૩. કેવળ પરિગ્રહ તો મુનીશ્વર ત્યાગી શકે; પણ ગૃહસ્થ એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. અને વળી જે મળ્યું છે, તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે. એથી સુખમાં કાળ જાય છે. (૧૭)
૪. ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કેઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે. પરંતુ એ વૃત્તિ કેઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. (૧૭)
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org