________________
૧૧ઃ બ્રહાચર્ય પ્રારબ્ધસંબંધથી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે. કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષને ભાર નથી, કે તે વિષયને એ પ્રકારે ની શકે. (૧૯૫૨),
૮. બ્રહ્મચર્યની નવ વાડ:
(૧) વસતી. જ્યાં સ્ત્રી, પશુ, પાંગ (એ બધાથી) સંયુક્ત વસતી હોય ત્યાં રહેવું નહિ. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે.
(૨) કથા. કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મેહની ઉત્પત્તિરૂપ છે. જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી.
(૩) આસન. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય, ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્કૃતિનું કારણ છે–વિકારની ઉત્પત્તિ છે—એમ ભગવાને કહ્યું છે.
(૪) ઈદ્રિયનિરીક્ષણ. સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જેવાં. એનાં અમુક અંગ પર દૃષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે.
(૫) કુડ્યાંતર. ભીંત, કનાત કે ત્રાટાના અંતરપટમાં સ્ત્રીપુરુષ જ્યાં મધુન સેવે, ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહિ. કારણ શબ્દચેષ્ટાદિક વિકારનાં કારણ છે.
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org