________________
શ્રી રાજચંદ્રનાં વિચારને મારી નાખે છે. હિંસા કરી પાપને પિષે છે. પાપ ઉપાજે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્યું છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે. પણ પરિણામે પાપ વહેરે છે, તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દર્દ દૂર થાય ત્યારની વાત ત્યારે; અત્યારે હિંસા પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દર્દ ઊભું થાય. (૧૯૫૬)
૮. જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આભાને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આતમા માટે ઇચ્છીએ છીએ. આ દેહમાં વિશેષબુદ્ધિ અને બીજા દેહની પ્રત્યે વિષમબુદ્ધિ ઘણું કરીને ક્યારે ય થઈ શકતી નથી. (૧૯૪૯)
૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org