________________
૧૨
યત્ના–અપ્રમાદ ૧. ઉપગ ત્યાં ધર્મ છે. (૧૭)
૨. જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે પ્રવર્તન કરી શકાય છે. પ્રત્યેક કામ યતનાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. (૧૭)
* ૩. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. અવસર પામીને પ્રમાદ ન કરે. કારણ, દેહ ક્ષણભંગુર છે. (૧૭)
૪. પળ એ અમૂલ્ય ચીજ છે; ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે, એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે. (૧૭)
૫. ઓછા પ્રમાદ થવાને ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન કોઈ પ્રકારે કરવું ઘટે છે એ વાત ભૂલવાજોગ નથી. (૨૬).
૬. પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે અને અપ્રમાદને અકર્મરૂ૫ “આત્મસ્વરૂપ' કહે છે. જ્યાં કંઈ પણ પ્રમાદશા હોય છે, ત્યાં જગતપ્રત્યયી કામનો આત્માને વિષે અવકાશ ઘટે છે. જ્યાં
૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org