________________
શ્રી રાજચ'દ્રનાં વિચારરત્નો
૭. એ [ આત્માવિષયક ] વિચારાથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારાના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારાના મનનથી અનત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દૃષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારા પાત્રાની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયેા છે. એ વસ્તુના અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન તથા અપાત્ર અને લેાકથી ભ્રષ્ટ થાય છે; એટલા માટે અમુક સ ંતાને અપવાદ રૂપ માની, આકીનાઓને તે ક્રમમાં આવવા, તે ચુકાનું દર્શન કરવા, ધણા વખત સુધી અભ્યાસની જરૂર છે. ( ૨૨ )
૮. જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીત્યાગ કરવામાં આવે નહીં, ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે. ત્યાં સુધી આત્મામાં છળકપટ હાવાથી ધર્મ પરિણમતા નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણ્ણા ન હાય, ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહિ. (૩૩)
૯. જો કે, હમણાં જ તમે। સર્વને માર્ગે ચડાવીએ, પણ ભાજન ( પાત્ર )ના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહિ તે। જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણુને નાશ થાય, તેમ થાય. (૩૩)
Jain Education International
૨૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org