________________
' રાઓ
શ્રી રાજચંદ્રનાં વિચારને ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કવાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ.”
મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહિ, અભિલાષા નહિ, તે સંવેગ.
જ્યારથી એમ સમજાયું કે, “ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, હવે ઘણું થઈ અને જીવ ! હવે થોભ !' એ નિર્વેદ.
માહાભ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા – આસ્થા. એ સઘળાં વડે જીવ માત્ર]માં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા (૨૩)
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ, મેક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રાગ. આવે જ્યાં એવી દશા, સગુબેધ સહાય, તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, , જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.
[ શ્રીઆમસિદ્ધિશાસ્ત્ર (૨૯)] ૫. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે પણ સર્વથી મેટો દોષ એ છે કે, જેથી “તીવ્ર મુમુક્ષુતા” ઉત્પન્ન ન જ હોય, અથવા મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય. “મુમુક્ષતા છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષતા એ છે કે, અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org