________________
૧૧
અધિકાર – પાત્રતા ૧. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિકિયપણું – આટલા ગુણે જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે. અને તે કર્મમુક્ત થવાના જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી, મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે. અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. (૧૮–૧૯) - ૨. પુરુષનાં ચરણને ઈચ્છક, સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર, બ્રહ્માવતમાં પ્રીતિ રાખનાર, જ્યારે સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ * રાખનાર, ઉપયોગથી એક પગ પણ ભરનાર, એકાંતવાસને વખાણનાર, તીર્થાદિ પ્રવાસન ઉછરંગી, આહાર-વિહાર–નિહારને નિયમ, પિતાની ગુસ્તાને દબાવનાર, એ કોઈ પણ પુરુષ તે મહાવીરના બંધને પાત્ર છે, સમ્યફ દશાને પાત્ર છે. (૧૬)
૩. સમ્યફ દશાનાં પાંચ લક્ષણ છે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. ઉપગ = ભાન, ચેતના.
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org