________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
બ્રહ્માદ્વૈત અને માયાવાદનું તેમની પોતાની સમજ પ્રમાણે અયુક્ત પણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી, તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા, આદિના ભાગે પાડી કેટલી કલ્પનાશક્તિ દાખવી છે? અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે, પણ પ્રશ્ન એ છે કે, તેઓ જે વસ્તુને ઠીક કે ગેરડીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ? પ્રશ્નોત્તરશૈલીથી વસ્તુ ચર્ચવાનું કપનાબળ તો આપણે તેમની નાની ઉંમરમાં જ નિહાળીએ છીએ. (“મોક્ષમાળા'-૧૦૨ આદિ.)
બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પોતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન–ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણુમાં વ્યક્ત કરતાં એક મનહર
લક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળો ક૯૫નાત્મક સંવાદ રચે છે (૬૧). અને બહુ જ સરલતાથી ગુણસ્થાનની વસ્તુ રોચક રીતે વિશેષણપૂર્વક દર્શાવે છે, જેમ આગળ જતાં એ જ વસ્તુ આર્ષક રીતે ભાવના દ્વારા અપૂર્વ અવસર’ એ પદ્યમાં દર્શાવે છે. જેના કે જૈનેતર કઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળે આપ્યા સિવાય બેધક સાબિત થાય એ છે.
ધર્મ, અર્થ, આદિ ચાર પુરુષાર્થોનાં નામ અને તેને પ્રસિદ્ધ અર્થ સર્વવિદિત છે. પણ શ્રીમદ્ પિતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળે ચારે પુરુષાર્થને આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬). એ કરતાં પણ વધારે સરસ અને પકવ કલ્પનાબળ તો જુવાન ઉંમરે પણ તેમના જીવનકાળના હિસાબે ત્રીસ વર્ષને ઘડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનું પૃથક્કરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિબ્રમને દાખલો જે સર્વત્ર બહુ જાણુત છે, તેની સાથે ગૂંચવાળા અને ગૂંચવિનાના સૂતરના દાખલાને ઉમેરી, તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org