________________
શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાચના અંતર જે પ્રગટ કર્યું છે [ ૭૦ –(૩)], તે તેમની અંત સુધી દષ્ટાન્ત ઘટાવી અર્થ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પના ચાતુરી સૂચવે છે.
તર્કપટુતા શ્રીમમાં કેવી સૂક્ષ્મ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણમાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલાઓ ટાંકુ. સત્તરમાં વર્ષના પ્રારંભમાં મૂછનો દોરે ય ફૂટક્યો નહિ હોય, ત્યારે કોઈને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહિ કરેલ કુમાર રાજચંદ્ર “મેક્ષમાળા'માં (૮૬-૯૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એવો છે કે, કોઈ સમર્થ વિદ્વાન મહાવીરની ગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની આસાધારણુતા વિષે શંકા લઈ શ્રીમને પ્રશ્ન કર્યો છે કે, મહાવીરની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ નાસ્તિ આદિ ન કાંઈ સંગત નથી. એક જ વતુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી, ધ્રુવવ છે અને નથી, એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જે પરસ્પરવિરુદ્ધ એવા ઉત્પાદ નાશ અને ધુત્વ તેમ જ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ઘટે, તો અઢાર દોષો ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દે તેમની સામે મૂક્યા છે, તે જ એ વિદ્વાનની સમર્થતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દેનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફેંદયા પછી પણ મને યાદ છે ત્યાં સુધી હું પોતે પણ એ શ્રીમના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચું છું. આ દેશે સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા અને તેમના પિતાના શબ્દો ટાંકીને કહું તો “મધ્ય વયના ક્ષત્રિયકુમારની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદે પિતાની તદ્દન અલ્પજ્ઞતા પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મકકમ હૃદયે માત્ર તર્કબળથી બીડું ઝડપ્યું છે અને એમને એવી ખૂબીથી, એવી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે, અને બધા જ વિરેાધજન્ય દેને પરિહાર કર્યો છે કે, વાંચતાં ગુણાનુરાગી હદય તેમની સહજતર્કપટુતા
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org