________________
શ્રી રાજચંદ્રનાં વિચારને છે. અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ, માહાભ્ય અને રહસ્ય સમજાય છે. અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. (૨૭)
૩. ગૃહાવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય, તે તેના મૂળ હેતુભૂત એવાં અમુક સવર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર” તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, તો કપાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે; ઘણું આત્મગુણ પ્રાપ્ત કરવાને અધિકાર ઉત્પન્ન થાય છે, અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય છે. (૩૨)
૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે. કેમકે તેથી ઘણું સવૃત્તિઓ મળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી. (૧૯૫૨)
૫. માંડમાંડ આજીવિકા ચાલતી હોય, તો પણ મુમુક્ષુ પુરુષને તે ઘણું છે; કેમકે વિશેષને કંઈ અવશ્ય ઉપયોગ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે, ત્યાં સુધી તૃષ્ણ નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે, તો માંડ આજીવિકા જેટલું મળતું હોય, તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય, તો પણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે. અથવા થયે તે પર વિશેષ ખેદ કરે અને આજીવિકામાં ગુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. (૨૯)
૬. જેને ધર્મ સંબંધ બંધ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય,
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org