________________
શ્રી રાજચંદ્રનાં વિચારને તેને વ્યવસાય લૌકિક ભાવે કરીને, આત્મહિત ઇચ્છવું એ નહિ બનવા જેવું જ કાર્ય છે. કેમકે લૌકિક ભાવની આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણે બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એવો સંસારસંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોકચેષ્ટા, એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને–તેને સંક્ષેપીને–આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. (૨૭)
૧૭. ઉપાધિથી થડે પણ નિત્યપ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજે. જેટલો વખત આયુષ્યને તેટલે જ વખત જીવ ઉપાધિને રાખે, તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળ પણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એ નિશ્ચય કરવો જોઈએ, અને સફળપણું માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્યપ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે, એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. (૧૯૪૭)
૧૮. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય, તો પ્રસંગસંક્ષેપ કરવો ઘટે અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે. એ મુમુક્ષુ પુરુષને ભૂમિકા ધર્મ છે. સત્સંગ – સશાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષ કરી સંભવે છે. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org