________________
૮: ગૃહસ્થપણું નાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કપનાએ અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે. અને જ્ઞાની પુરુષે તે બેઉ કલ્પના કરવાની ના કહી છે. (૧૯૪૯)
૧૪. સંસારસંબંધી કારણુના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કઈ પુરુષ હોય, તો તે તીર્થકર કે તીર્થકર જેવા જાણીએ છીએ. પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતું નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જગ બને છે, તે ઉપકારક જાણી, સુખે રહેવા ગ્ય છે. (૧૯૪૯).
૧૫. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરો મેગ્ય નથી. ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય, તેમાં સમતા ઘટે છે, અને તેના ઉપાયને કંઈ વિચાર સૂઝે તે કર્યાં રહેવું એટલે માત્ર આપણો ઉપાય છે. સંસારના પ્રસંગોમાં કવચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી, તે સંસારનું સ્વરૂપ વિચારી, “ત્યાગગ છે,” એવું પ્રાયે હદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણું ઘણું પ્રતિકૂળ પ્રસંગેની પ્રાપ્તિ થાય છે, તે વખતે જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે. પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ધટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. . . . એવું જાણું, જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય, તે આત્મસાધનનાં કારણરૂપ માની, સમાધિ રાખી, ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કઈ રીતે ભૂલ્યા જેવું નથી. (૪૩૬૬).
૧૬. પ્રમાદના અવકાશગે જ્ઞાનીને પણ અંશે વ્યાહ થવાને સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org