________________
૮: ગૃહસ્થપણું તો તેણે બનતી ઉપાધિ કરીને રળવા પ્રયત્ન કરવું જોઈએ. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં, જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય, તો મનને સંતોષી લેવું. તેમ છતાં ન વળી શકે તેમ હોય, તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી જોઈએ. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રળવું સારું છે. (૧૮-૧૯)
૭. જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય, તે વ્યવસાય કઈ પ્રારબ્ધયોગ કરવો પડતો હોય, તે તે ફરી ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું,’ એવું ફરી ફરી વિચારીને, અને “જીવમાં ઢીલાપણાથી જ ઘણુંકરીને મને આ પ્રતિબંધ છે,” એમ ફરી ફરી નિશ્ચય કરીને, જેટલો બને તેટલો વ્યવસાયસંક્ષેપ કરતાં જઈ પ્રવર્તવું થાય, તો બોધનું ફળવું થવું સંભવે છે. (૧૯૫૦)
૮. પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં છવ વગર વિચારે કોટયવધિ પેજને ચાલ્યા કરે છે, ત્યાં યોગ્યતાને અવકાશ ક્યાંથી હાય ? આમ ન થાય, તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી – સર્વ પ્રકારે એ વિષેની નિવૃત્તિ કરી, યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયતન કરવું ઉચિત છે. ન ચાલતાં કરે જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત , નિઃસ્પૃહ બુદ્ધિથી – એવો જે વ્યવહાર, તેને યોગ્ય વ્યવહાર માનજે. (૧૯૪૭)
૯. વૃત્તિને લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતે છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિને પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે–જે યથાન્યાયથી કરવી પડે–તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી, માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે; પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવો ને ઘટે. (૩૦)
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org