________________
કઃ સદગુરુન્સલ્સ છે. [પરંતુ ] જેમ જેમ જ્ઞાનીનાં વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછા હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષનાં વચન સાંભળી છે જાણ્યું નથી અને એ જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હતી. (૨૭)
૫૮. સપુરુષનું એાળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પોતાના દેષ જેવા ભણું ચિત્ત વળી આવે છે, વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્કુરા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દઢ કરે છે. (૨૭)
૫૯. આત્મા વિનયી થઈ, સરળ અને લધુત્વ ભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે, તે મહાત્માઓની જે નીતિની ઋદ્ધિ છે, તે નીતિની ઋદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. અનંતકાળમાં કાં તો સપાત્રતા થઈ નથી, અને કાં તો પુરુષ ( જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્યથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે. (૧૯૪૫)
૬૦. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીને પ્રહાર થયો છે, તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. (૨૬)
૬૧. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યાં નથી અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યો નથી. (૨૬)
૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org