________________
૫: સિદ્ધાંતચર્ચા સલ્લાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાનનું દઢ થવું ઘટે છે. કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવ અસંગ દશામાં આવે, તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે. (૨૭)
૨. સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબેધથી થાય છે. જેને વૈરાગ્ય, ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વલ્ય કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય, ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમકે ચક્ષુને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જે અત્યંત બળવાન પડળ હોય, તે તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. ગૃહકુટુંબપરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા-મમતા છે, અને તેની પ્રાપ્તિ તથા અપ્રાપ્તિના પ્રસંગમાં જે રાગદ્વેષકષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી, તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ તથા અપ્રાપ્તિ નિમિત્ત ઉત્પન્ન થતો જે કપાયશ તેનું મંદ થવું, તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્દબુદ્ધિ કરે છે. અને તે સબુદ્ધિ
છવાઝવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. જે જીવને વિષે ગાઢ વિપસબુદ્ધિ છે, તેને તે કઈ રીતે સિદ્ધાંતબેધ વિચારમાં આવી શકે નહિ. તેથી સિદ્ધાંતબાધ કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન ક્ય છે. (૨૮)
૩. સિદ્ધાંતને વિચાર ઘણું સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જે એમ નથી કરવામાં આવતું, તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ, વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. તમને અથવા કોઈ મુમુક્ષને પિતાના સ્વરૂપનું જણાવું એ મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org