________________
કઃ સશાસ્ત્ર પુરુષેએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં-ઉપદેશ્યાં છે. તે ઉપદેશ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ-વાચન નિષ્ફળરૂપ છે. (૨૫).
૧૦. આમાર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને. એટલો લક્ષ રાખી સ@ાસ્ત્ર વિચારાય, તો તે અભિનિવેશ ગણવા ચોગ્ય નથી. [ પરંતુ ] સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો [ હેય] તે ચગે પણ સ્વછંદતા-નિર્વાહને અર્થે સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. (૨૯)
૧૧. સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાતો સત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશકાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંત ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી. સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે. જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે. તેમાં અનુમાનપણું કામ આવતું નથી. જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે, તે એમ કહે કે, નવે નવું એકાશી. ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, તે અનુમાનથી એમ કહે કે, “૯૮ થતા હોય તે કેમ ના કહી શકાય?” તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એ પ્રમાણે સિદ્ધાંત, આવરણના કારણથી ન સમજવામાં આવે, તો પણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી. જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય, ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. (૩૨)
૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org