________________
સશાસ્ત્ર
૧. શમસંવેગાદિ ગુણ ઉત્પન્ન થયે અથવા વૈરાગ્યવિશે – નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડશે અથવા કંઈપણ પ્રજ્ઞાવિશેષથી સમજવાની ચેગ્યતા થયે, જે સદ્ગગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથ છે–ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે–તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતરભેદ થયા વિના અથવા દશા કર્યા વિના, વિભાવ ગયા વિના, પિતાને વિષે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયારહિત તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એ . . . પ્રકાર શુષ્ક અધ્યાત્મીને છે. (૨૯)
૨. આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે “અધ્યાત્મજ્ઞાન.” મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે “અધ્યાત્મશાસ્ત્ર. અક્ષરઅધ્યાત્મીને [પંડિતન] મોક્ષ નથી થતું. જે ગુણે અક્ષરમાં કહ્યા છે, તે ગુણે જે આત્મામાં પ્રવર્તે તે મેક્ષ થાય. પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. માત્ર વાણી સાંભળવાની ખાતર વચન સાંભળે, તે શબ્દ (અક્ષર) અધ્યાત્મી કહેવા. શબદઅધ્યાત્મીઓ અધ્યાત્મની વાત કરે, અને મહા અનર્થકારક પ્રવર્તન કરે. (૧૫)
૩. સર્વ દર્શન પરિમિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે. પણ યથાર્થ દષ્ટિ જ્યા વિના સર્વ દર્શનનું તાત્પર્ય
૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org