________________
સદ્ધ
૧. પુરુષનાઅંતઃકરણે આચર્યો, કિવા કહ્યો તે ધર્મ. [૧૬ પહેલાં]
૨. અનાદિકાળથી કર્મજાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે. અધોગતિમાં પડતાં આત્માને ધરી રાખનાર જે વસ્તુ, તેનું નામ ધર્મ. એ ધર્મતત્તવના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય છે બે ઃ ૧. વ્યવહારધર્મ. ૨. નિશ્ચયધર્મ.
વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવતે તે પણ દયાની રક્ષા વાસ્તે છે. કોઈ પણ કામ કરવું તેમાં યત્નપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે “દવ્યદયા” થઈ. આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાય છે, તત્ત્વને પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતા નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરે, તે “સ્વદયા”.
બીજે નિશ્ચયધર્મ. પિતાના સ્વરૂપની ભ્રમણું ટાળવી, આત્માને આત્મભાવે ઓળખો, આ સંસાર તે મારે નથી, એ વગેરે - નિશ્ચયધર્મનું સ્વરૂપ છે. (૧૭)
૩. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org